યોગી કથામૃત ગુજરાતી ઓડિયોબુક — નિ:શુલ્ક ડાઉનલોડ

પરમહંસ યોગાનંદ, ગુરુ અને સ્થાપક – યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડીયા/સેલ્ફ-રીઅલાઈઝેશન ફેલોશીપ, દ્વારા લિખિત સર્વોત્તમ વેંચાણ-પ્રાપ્ત આધ્યાત્મિક પુસ્તક યોગીકથામૃત આપને ઉપલબ્ધ કરાવતાં અમે આનંદ અનુભવી છીએ.

આપનું ઈમેઈલ એડ્રેસ મોકલવા વિનંતિ, અને અમે નિઃશુલ્ક ગુજરાતી ઑડિયો બૂક મોકલવા માટેની લિંક મોકલશું.

યોગી કથામૃત – નિઃશુલ્ક ડાઉનલોડ

(યોગી કથામૃત — ગુજરાતી)

"*" જરૂરી ક્ષેત્રો સુચવે છે

This field is for validation purposes and should be left unchanged.

અથવા

વિશ્વભરમાં આધ્યાત્મિક ખજાના તરીકે પ્રશંસા પ્રાપ્ત, આ સૌથી વધુ વેંચાતાં પુસ્તકે, લાખો લોકોને એક નૂતન અને ગહન પરિપૂર્ણ જીવનશૈલી તરફ, તેમની પરિવર્તન-યાત્રા શરૂ કરવા માટેની પ્રેરણા આપી છે. સમગ્ર વિવેકસભર, રમૂજી અને પ્રેરણા સંપન્ન એવી પરમહંસ યોગાનંદજીની અદ્વિતીય જીવન કથા એ બોલાયેલા શબ્દોની આસપાસ જ વણાયેલી છે.

આ પુસ્તકના સંપર્કમાં આવનારા નવાગંતૂકો તેમજ એ લોકો, જેઓ લાંબા સમયથી સંપર્કમાં છે, તેઓ એક વ્યાસાયિક ઉદ્ઘોષક દ્વારા સંવેદનશીલ અને આકર્ષક રીતે કરાયેલા આ વાંચનને આવકારશે. તેમની બારીક નટ્યભિવ્યક્તિ, પરમહંસ યોગાનંદજીના અનેક ટૂચકાઓના રસને આવરી લે છે, તેમજ લેખકનાં લોકો અનુભવો અને બનાવોનાં સમૃદ્ધ શબ્દચિત્રણને તેમજ જીવનનાં અંતિમ રહસ્યોની ઉજ્જવળ અભિવ્યક્તિના રસને ઉજાગર કરે છે.

આ ઑડિયોબૂક આવૃત્તિ એ સંક્ષિપ્ત mp3 આવૃત્તિ છે, જે નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

પરમહંસ યોગનંદનું ક્રિયાયોગ પ્રશિક્ષણ

ક્રિયાયોગનાં આ પવિત્ર વિજ્ઞાનમાં, ધ્યાનની ઉચ્ચતર પ્રવિધિનો સમાવેશ થાય છે, કે જેનો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ, ઈશ્વરની અનુભૂતિ અને આત્માની સર્વ પ્રકારનાં બંધનોમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. યોગ, દિવ્ય-ઐક્ય માટેની આ એક ભવ્ય અને ઉચ્ચતમ પ્રવિધિ છે.

ધ્યાનનો અનુભવ કરો

કેટલિક પાયાની સૂચનાઓ મેળવો કે કઈ રીતે ધ્યાન કરવું, જેના દ્વારા તમે શાંતિની અનુભૂતિ કરવાનો અને દિવ્યતા સાથે એકરૂપ થવાનો એ સાચો માર્ગ પ્રયુક્ત કરો કે જે ધ્યાન દ્વારા આવે છે.

યોગી કથામૃત સાંભળો (ગુજરાતી ઓડિયો બુક)

કોપીરાઇટ © 2008, 2016 સેલ્ફ રીઅલાઈઝેશન ફેલોશીપ

℗ 2024 સેલ્ફ રીઅલાઈઝેશન ફેલોશીપ. સર્વાધિકાર આરક્ષિત.

આ MP3 ડાઉનલોડ કરવા માટેના નિયમો

અમે તમને આ આવૃત્તિ તમારા વ્યક્તિગત ઉપયોગ માટે તમારા પોતાના ડિજિટલ ઉપકરણો પર ડાઉનલોડ કરવા આમંત્રણ આપીએ છીએ. પ્રકાશકની પૂર્વ લેખિત સંમતિ વિના લેખન સામગ્રીના કોઈપણ ભાગમાં ફેરફાર, પુનઃમુદ્રિકરણ અથવા વિતરણ કરી શકાશે નહીં.

વાય.એસ.એસ. પુસ્તકો અને પ્રકાશનો

પરમહંસ યોગાનંદ અને તેમના પ્રત્યક્ષ શિષ્યો દ્વારા લિખિત પુસ્તકો અને અન્ય પ્રકાશનો વિષે જાણવા માટે, મહેરબાની કરીને નીચેની લિંક ઉપર ક્લિક કરો: